KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશનની કેનેડા મુલાકાત

TiE ટોરેન્ટોના ઉદ્યોગ સાહસિકો અને કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ CHCC સાથે મુખ્યમંત્રીની રાઉન્ડ ટેબલ બેઠકો યોજાઈ

KuberaNow
desk@kuberanow25 Aug 2026
InstagramFacebookXLinkedIn
GUJARAT CM BHUPENDRA PATEL

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 સંદર્ભે યુ.એસ. અને કેનેડાના પ્રવાસે ગયેલા ગુજરાત ડેલિગેશનની ટોરેન્ટો મૂલાકાતના બીજા દિવસે બે રાઉન્ડ ટેબલ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાઉન્ડ ટેબલ બેઠકોની સિરીઝમાં ધ ઈન્ડીસ એન્ટરપ્રેન્યોર્સ (TiE)ના 30 જેટલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સ્ટાર્ટાપ્સ ફાઉન્ડર્સ, ઉદ્યોગ સાહસિકો અને TiEના સભ્યો સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગ્લોબલી કોમ્પીટીટીવ ઈનોવેશન ઈકોનોમી બનાવવાના ભવિષ્યલક્ષી વિઝન અંગે ચર્ચા કરી હતી.


મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે તે સંદર્ભમાં ખાસ કરીને ટેક્નોલોજી, પબ્લીક પોલિસીઝ, ફાયનાન્શ્યલ સર્વિસીસ અને ફિનટેકના ક્ષેત્રોમાં કેનેડિયન સાહસો અને ગુજરાતના આ ક્ષેત્રના સાહસો વચ્ચે સહયોગ અને ભાગીદારી વધુ સંગીન કરવા અંગેની ચર્ચા હાથ ધરી હતી. તેમણે ગુજરાતની મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, ઈન્વેસટર્સ ફ્રેન્ડલી પોલિસીઝ અને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓની પણ માહિતી TiE મેમ્બર્સને આપી હતી.


TiE ટોરોન્ટોની સ્થાપના વર્ષ 2000માં થઈ છે અને કેનેડા સરકાર તથા ઉદ્યોગ જગતને વિશ્વભરના સફળ કેનેડિયન ઉદ્યોગ સાહસિકો સાથે જોડવાની સેતુરૂપ કામગીરી કરવાનો ઉદેશ્ય TiE ધરાવે છે. સોફ્ટવેર, હાર્ડવેર, હેલ્થકેર, બાયોટેક, મીડિયા, ટેલિફોમ, IT સર્વિસીસ અને ફાયનાન્શ્યલ ઈન્સ્ટીટ્યુટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોના લોકો TiEના મેમ્બર્સ છે. ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓ પરસ્પર જોડાઈને નોલેજ એન્ડ એક્સપીરીયન્સ શેરિંગ સાથે કોન્ટેક્ટ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ માટે TiE મારફતે કાર્યરત રહે છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સભ્યો સાથેની ચર્ચા દરમિયાન આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 પહેલાં ગુજરાતમાં રોકાણ, ઈનોવેશન અને સ્કેલિંગ માટેની તક ઝડપવા સભ્યોને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક રાઉન્ડ ટેબલ અંતર્ગત કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સાથે યોજેલી બેઠકમાં CHCCએ વાયબ્રન્ટ સમિટ-2027માં સહભાગીતા માટે દર્શાવેલી ઉત્સુક્તાની પ્રસંશા કરી હતી. આના પરિણામે B2B જોડાણો, રોકાણો અને ભાગીદારીના જે નવા માર્ગો ખૂલશે તે કેનેડા-ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આ રાઉન્ડ ટેબલ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિત ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :Gujarat
Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM